કરવું શું?

કરવું શું?

જો તું પ્રેમ ના જતાવે, જો મારું સાથ ના નિભાવે
તો તારું કરવું શું?

તું પ્રેમથી ભીંજાયેલો છે, એમ કહીને પણ જો મને તું કોરો લાગે
તો તારું કરવું શું ?

ના વાત,ના મુલાકાત, મારી યાદ પણ તને ના આવે
તો તારું કરવું શું?

બે પળ પણ મારી સાથે નાં વિતાવે, અને પુછું તો હજ્જાર્ બહાના બનાવે 
તો તારું કરવું શું?

બધાને મીઠ્ઠો લાગે, અને મારા માટે કઽવો તું
તો તારું કરવું શું?

મારા મન્ન ની વાતો, તને જાણવા માં રસ જ ના આવે
તો તારું કરવું શું?

જિંદગી નાં ખાસ સમયે પણ, તું બેરુખિ બતાવે
તો તારું કરવું શું?

મારી સાથે વાતો કરવા, તારિ પાસે વાતો પણ ખૂટી જાય
તો તારું કરવું શું?

બધા એકદમ ખાસ તારા, અને મને ગણે સાવ આમ તું 
તો તારું કરવું શું?

થાકી, થાકી હવે આ સવાલો થી, આના જવાબ પણ નઈ
આપી શકે તું
તો તારું કરવું શું?

તૂટ્યા બધા જ્ બ્રહ્મો આજે, અને છૂટ્યા ખોટા સબન્ધ્

એક પ્રશ્ન મન્ન માં ગુન્થાય  છે આજે 

કે હવે મારે કરવું શું?

~SM

Comments

  1. આપની વ્યથા-કથા ફરિયાદને આપે એક સારી અભિવ્યક્તિ આપી છે

    ReplyDelete
  2. આપની વ્યથા- ફરિયાદને આપે એક સારી અભિવ્યક્તિ આપી છે

    ReplyDelete
  3. તમે ખૂબ સારા વક્તા છો , મે તમારુ વક્તવ્ય સાભળ્યુ,

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Fir Se

अच्छा लगता है !